Nojoto: Largest Storytelling Platform

મક્કમ મનોબળ જોયું મે એ મજૂરોમાં થાકી હારી પડી જાય

મક્કમ મનોબળ
જોયું મે એ મજૂરોમાં 
થાકી હારી પડી જાય છે,
ભૂખ્યા,તરસ્યા રહી જાય છે.
કોણ તારું ને કોણ મારું ભૂલી જાય છે.
ઘરે જવાના મક્કમ મનોબળ લઇ,
બસ આમ તેમ વલખાં ખાય છે.
પહોચી જવું બસ એમ વિચારી,
ઉઘાડે પગે દોડ્યા જાય છે.
મક્કમ મનોબળ જોયું મે મજૂરોમાં...
આશા થોડી રાખે છે,
સહાય કોઈ કરી જશે
,ગાડી ન આપે તો કંઈ નહીં
પાણી થોડું દઈ જશે.
કંઈ ન મળે મદદના નામે,
છતાંય મજૂર અંતર કાપી જાય છે.
કેવા મક્કમ હૃદય રાખીને બેઠા છે,
જવા પોતાને વતન મુશ્કેલી વેઠી બેઠા છે,
પહોંચી પોતાને ઘર રોઈ થોડું રહી જાય છે.
મજૂર છેને, લક્ષ્ય પૂર્ણ કરી 
શાંત રહીને સૂઈ જાય છે.
આવું મનોબળ જોઈ હૃદય કેવા વીંધાય છે,
આજ મજૂર દેશને આત્મનિર્ભર બનાવી જાય છે...
@mahek #મજૂર
#મહેક
મક્કમ મનોબળ
જોયું મે એ મજૂરોમાં 
થાકી હારી પડી જાય છે,
ભૂખ્યા,તરસ્યા રહી જાય છે.
કોણ તારું ને કોણ મારું ભૂલી જાય છે.
ઘરે જવાના મક્કમ મનોબળ લઇ,
બસ આમ તેમ વલખાં ખાય છે.
પહોચી જવું બસ એમ વિચારી,
ઉઘાડે પગે દોડ્યા જાય છે.
મક્કમ મનોબળ જોયું મે મજૂરોમાં...
આશા થોડી રાખે છે,
સહાય કોઈ કરી જશે
,ગાડી ન આપે તો કંઈ નહીં
પાણી થોડું દઈ જશે.
કંઈ ન મળે મદદના નામે,
છતાંય મજૂર અંતર કાપી જાય છે.
કેવા મક્કમ હૃદય રાખીને બેઠા છે,
જવા પોતાને વતન મુશ્કેલી વેઠી બેઠા છે,
પહોંચી પોતાને ઘર રોઈ થોડું રહી જાય છે.
મજૂર છેને, લક્ષ્ય પૂર્ણ કરી 
શાંત રહીને સૂઈ જાય છે.
આવું મનોબળ જોઈ હૃદય કેવા વીંધાય છે,
આજ મજૂર દેશને આત્મનિર્ભર બનાવી જાય છે...
@mahek #મજૂર
#મહેક

#મજૂર #મહેક #Life_experience