એમાં જ આખરે... ગમતું બધું જ સંતાણું, એમાં જ આખરે, શોધી લ્યો, અંજવાળું એમાં જ આખરે. કોઈ જાતને રજૂ કરી બેઠું બે પાનાંમાં આખરે, વાંચી લ્યો, બધી કમાણી એમાં જ આખરે. હ્રદય ધબકતું, એમ પાને પાનું ધબકશે આખરે, જોઈ લેજો, માણસાઈ પણ એમાં જ આખરે. વાત ટૂંકી એણે માંડી,જાણે જડીબુટ્ટી એ આખરે, કશાય ભેદ વિના,ખુલ્લો કબાટ એમાં જ આખરે. સથવારો એનો, એથી શ્વાસો ચાલે છે આખરે, જગત પરના બધા રંગો ઘુંટાણા એમાં જ આખરે. #words of Vasim ©Vasim Gaha #reading #best_poetry #best_book #new_thought #Life #Motivation