દિવસ દરમિયાન ના રોજિંદા જીવનમાં આમતો ઘણી વ્યસ્તતા અનુભવાતી હોય છે પણ અનાયાસે આવી જતી તારી ધૂંધળી હસતી ઝાંખી પણ મારા ચહેરા ની સ્મિત નું કારણ બની જાય છે, આમ તો સોમ થી શનિ દરમિયાન ની ફક્ત જવાબદારીઓ અને કામ ની વ્યસ્તતા માં ઘણું બધું ભૂલી જવાતું હશે પણ અનાયાસે જ તારી સાથે ની થયેલી વાતો અને સંવાદો ના પડઘા સંભળાતા જ જાણે સફાળું થઈ જવાય છે, આમતો નિયમિત જ તારી બોલકી આદતોનો તો બંધાણી હતો જ, પણ સમય જતાં તે સંસ્મરણો જ રોજિંદા વ્યસ્ત જીવનમાં આવતા ફિક્કા હાસ્ય નું કારણ બની ગયું હશે કદાચ!!! ©Dh... #Mood_lines