White એમ ખાલી તપથી સગપણ ના પુછો. કેમ વિસ્તર્યો મુજમાં છે રણ ના પુછો. પગ તળે છૂંદે છે મારા અસ્તિત્વને, છે કશાયોના એ તો ધણ ના પુછો. આ કદમ ચાલે તો છે ઉત્સાહથી, તે છતાં શાને છે અડચણ ના પુછો. કશુંય હોતું પણ નથી ધાર્યા જેવું, હું નથી શાને હું? કારણ ના પુછો. છળ કપટની વાત સમજણથી કરું, દાવ લાગ્યા ખુદના એ ક્ષણ ના પુછો. ચૂપકીદી નીલ સારી તો નથી. કંઠમાં ધર્યા વિષના મારણ ના પુછો. - નીલમકુમાર બુધ્ધભટ્ટી (નીલ) ©neel #sad_quotes #gazal #gujarati #life