Nojoto: Largest Storytelling Platform

તું જાણે છે કદાચ આ થઈ શકે છે આ થઈ શકે છે, કદાચ તું

તું જાણે છે કદાચ આ થઈ શકે છે
આ થઈ શકે છે,
કદાચ તું કરી શકે છે આ
તું કરી લેશે,
લગભગ બધુંય મસ્ત છે
પરંતુ તું ભાગમભાગની રમતમાં વ્યસ્ત છે
પછી લાગે ઘણું ત્રસ્ત છે,
જરા અટક
આ ભરાયેલા શ્વાસને છોડી દે
ને એક નવા શ્વાસને ભરી લે,
કહી જો ખુદને આ થઈ શકે છે
યાદ કરાવ તને તું આ કરી શકે છે,
દોડતા રહેવાની તને છૂટ છે
ને આ દોડ તારી અકળામણથી નહીં
પણ તારી શ્રધ્ધા અને તૈયારીથી ભરપૂર છે,
હવે સામે રણમેદાન નથી
પણ આ મેદાનમાં તારી મનગમતી રમત છે,
જ્યાં હારવું કે જીતવું અંત નથી
બસ જીવનનું હોવું છે,
અને આ એક જ નહીં
તને શોધવા હોય
એટલા અર્થ મળી શકે છે. 🌼📙📙🌼
#life #faith #confidence #believinginyourself #loveyourself #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems
તું જાણે છે કદાચ આ થઈ શકે છે
આ થઈ શકે છે,
કદાચ તું કરી શકે છે આ
તું કરી લેશે,
લગભગ બધુંય મસ્ત છે
પરંતુ તું ભાગમભાગની રમતમાં વ્યસ્ત છે
પછી લાગે ઘણું ત્રસ્ત છે,
જરા અટક
આ ભરાયેલા શ્વાસને છોડી દે
ને એક નવા શ્વાસને ભરી લે,
કહી જો ખુદને આ થઈ શકે છે
યાદ કરાવ તને તું આ કરી શકે છે,
દોડતા રહેવાની તને છૂટ છે
ને આ દોડ તારી અકળામણથી નહીં
પણ તારી શ્રધ્ધા અને તૈયારીથી ભરપૂર છે,
હવે સામે રણમેદાન નથી
પણ આ મેદાનમાં તારી મનગમતી રમત છે,
જ્યાં હારવું કે જીતવું અંત નથી
બસ જીવનનું હોવું છે,
અને આ એક જ નહીં
તને શોધવા હોય
એટલા અર્થ મળી શકે છે. 🌼📙📙🌼
#life #faith #confidence #believinginyourself #loveyourself #napowrimo2021bygrishma #gujaratipoems #grishmapoems