મન થાક્યું છે તો એને જરા આરામ કરવા દે, આમ સળી કરે તું ને સળવળાટનો આરોપ તો એને ના દે, હસવું કે રડવું એ આજે તું એને જાતે નક્કી કરવા દે, લાગણીઓ તમારા બંનેની તો કેમ તું એનેય અનુભવવા ના દે, તું એની હળવાશ ઉંચકવા થોડીવાર બધા ભાર હેઠા મૂકી દે, કહે આજે સમય બધો એનો બીજા કશાયને તું આવવા ના દે, મન થાક્યું છે તો એની સાથે તુય આરામને આવકાર દે. 🧡📙📙👍🏻 #મનનીવાતો #emotions #pouryourheartout #feelallyoucan #selflove #life #gujaratipoems #grishmapoems