ઓય સાંભળ ને, ચાલ ને થોડો સમય કાઢીને ક્યાંક બેસીએ, ચાય ની ચૂસકી સાથે થોડી ગપશપ કરીએ, જ્યાં ચહેરા પર તારું સ્મિત હોય ને શબ્દો માં થોડી નરમાશ, મંદ પવન ની લહેરો સમી વાતાવરણમાં તારી મારી વાતો ની સાક્ષી રૂપી ઝરણા નો એ ખળખળ અવાજ, શહેર ના શોર બકોર થી દુર આ મુલાકાત ને વધુ યાદગાર બનાવશે, તારી વાતો નું જિદ્દીપણું અને મારું બધી વાત માં હા-પણું આપણાં સંવાદ નો સુખદ અનુભવ હશે, સાંભણને ચાલ ને થોડો સમય કાઢી ને કયાંક બેસીએ ©Dh... #Mood_lines