"મારું આકાશ" આકાશ, ક્યારેક જોઉં અટારીએથી તો ક્યારેક અગાસીએથી, ક્યારેક આ ગોળ દુનિયાના જુદા જુદા ખૂણેથી, સર્વત્ર વિભિન્ન પણ સર્વદા સોહામણું. મેં પૂછ્યુ એને કે આ કેવું જાદુ ક્યારેય તુ ના લાગતુ અજાણ્યું કે અળખામણું, બસ લાગતું મારુ. ને કહ્યું એણે આ જાદુ તારી આંખોનું કે ક્યાંય પણ હોવ, કેવું પણ હોય, હર હંમેશ મને સમાવતું, કારણ તારી આંખોને પણ હું કદાચ લાગતું બસ તારુ. 💙💙 #મારુંઆકાશ #mysky #worldisee #myeyesmyview #yqbaba #yqmotivation #gujaratipoem #grishmapoems