એ ક્ષણમાં જે લાગ્યું તે ક્ષણમાં તે માન્યું, હા આ ક્ષણે તું મથે સમજવા ફરી, શું લાગ્યું, કેમ લાગ્યું તે માન્યું, કેમ એમ માન્યું, મથી લે ના નથી પણ આ મથામણ રાખજે આ ક્ષણ પૂરતી, કારણ આવતી ક્ષણે ફરી કંઇક લાગશે ફરી તું માનશે ને મથશે ફરી, જ્યાં આજની મથામણ તર્કસંગત બને કે કદાચ તર્ક બને પણ બસ કાલની મથામણ હોય નવી કે લાગે જિંદગી આગળ વધતી આ ક્ષણથી પેલી ક્ષણ સુધી.— % & 🧡📙📙🧡 #thinking #overthinking #thoughts #reflection #analysis #livelife #gujaratipoems #grishmapoems