ખોટો આ ભ્રમ... ઇચ્છાઓથી આંધળા થઈ ચૂક્યા છે એ, કપટ જેવું જ્યારથી કશુંક શીખ્યા છે એ. ભીતર અંધકાર ભર્યો,બહારથી ઉજળાં છે એ, જાણે છે ઘડનાર કે, બનાવટી પૂતળાંઓ છે એ. આશાઓના કિરણો પર નામ જોઈ હેરાન છે એ, હીરા માફક પ્રથમ ઘસાવું પડ્યું, શું અજાણ છે એ? વિચારો છેક સુધી પહોંચી વળવાના એવું ધારે છે એ, કહો કોઈ એને જઈ હવે, ખોટો આ ભ્રમ પાળે છે એ. હોય એકાદ દાડે બધું વિપરીત એમાં શું રાડે છે એ, બધું બધાને મળતું નથી 'વસીમ' તોય કાં ચાહે છે એ. ~ ગાહા વસીમ આઈ. ©Vasim Gaha #ભ્રમ #ગુજરાતી #ગુજરાતીકવિતાઓ #કપટ