Nojoto: Largest Storytelling Platform

એટલી  ઊંચાઈ  પર  તું  ના  પહોંચ, કે મિત્રોને  મદદ

એટલી  ઊંચાઈ  પર  તું  ના  પહોંચ, કે

મિત્રોને  મદદનો  હાથ  લંબાવી  ના શકે!


અહમના  નશામાં  ચૂર થઈને  ના ફર, કે

ઈશ્વરને  પણ   શીશ  ઝુકાવી  ના  શકે!


ઘણાંને કર્યા હશે ભૂલવા પર મજબૂર તેં,

જા, તું પણ કોઈ એકને ભુલાવી ના શકે!


વ્યવહાર જ કર્યો  જીવનભર  સંબંધોમાં,

છેલ્લા શ્વાસે કોઈને પ્રેમ જતાવી ના શકે!


ભૂતકાળનો  બોજો  ખભે લઈને  ચાલ્યો જે,

આંખોમાં ભવિષ્યના સપનાં સજાવી ના શકે!


તમે કોઈ પણ  કેમ ના હો', હિંમત રાખો  એટલી,

તમારી આંખોમાં આંખ નાખી કોઈ ડરાવી ના શકે!

©Zarna dayma
  કોઈ ડરાવી ના શકે!🔥#Tulips #gujarati #kavita #Poetry #Friend
zarnadayma7856

Zarna dayma

Bronze Star
New Creator

કોઈ ડરાવી ના શકે!🔥Tulips #gujarati #kavita #Poetry #Friend

153 Views