Nojoto: Largest Storytelling Platform

લાગણીનો દરિયો એણે બધામાં મૂક્યો, કોઈ એમાં તરતા શીખ

લાગણીનો દરિયો
એણે બધામાં મૂક્યો,
કોઈ એમાં તરતા શીખ્યું
કોઈ એમાં ડુબતું ગયું,
કોઈ ઉલેચવામાં રહ્યું
કોઈ લહેરો સાથે ઊછળતું રહ્યું
તો કોઈ કિનારે લહેરોની રાહ જોતું રહ્યું,
કોઈ મોતીડા શોધવા ગયું
કોઈ છિપલાથી ખુશ થઈ ગયું,
હા તરસ હંમેશા પૂરેપૂરી ના છિપાઈ
પણ તરસ્યું કોઈ એની ખારાશથી નહીં
પણ પોતાની તરસથી રહ્યું,
ને જ્યારે તરસનો હિસાબ છોડી
ખોબાભર વહાલથી લીધું
ત્યારે મીઠું થઈ એણે મન ભરી દીધું. 🧡📙📙🧡
#oceanofemotions #emotions #beinghuman #thrust #fulfillment #musingtime #gujaratipoems #grishmapoems
લાગણીનો દરિયો
એણે બધામાં મૂક્યો,
કોઈ એમાં તરતા શીખ્યું
કોઈ એમાં ડુબતું ગયું,
કોઈ ઉલેચવામાં રહ્યું
કોઈ લહેરો સાથે ઊછળતું રહ્યું
તો કોઈ કિનારે લહેરોની રાહ જોતું રહ્યું,
કોઈ મોતીડા શોધવા ગયું
કોઈ છિપલાથી ખુશ થઈ ગયું,
હા તરસ હંમેશા પૂરેપૂરી ના છિપાઈ
પણ તરસ્યું કોઈ એની ખારાશથી નહીં
પણ પોતાની તરસથી રહ્યું,
ને જ્યારે તરસનો હિસાબ છોડી
ખોબાભર વહાલથી લીધું
ત્યારે મીઠું થઈ એણે મન ભરી દીધું. 🧡📙📙🧡
#oceanofemotions #emotions #beinghuman #thrust #fulfillment #musingtime #gujaratipoems #grishmapoems