Nojoto: Largest Storytelling Platform

થઈ જાય કોઈ ભૂલ મારા થી, તો મને માફ કરજે. અજાણ્યે થ

થઈ જાય કોઈ ભૂલ મારા થી,
તો મને માફ કરજે.
અજાણ્યે થાય કોઈ ચૂક મારાથી,
તો મને માફ કરજે.
હું કરું જ છું રોજ યાદ તને,
ભૂલી જાઉં જો એક ક્ષણ માટે પણ,
તો મને માફ કરજે.
અકારણ થઈ જઉં તારા પર ગુસ્સે,
તો મને માફ કરજે.
મારી કોઈ વાતથી તારું મન દુભાય,
તો મને માફ કરજે.
ક્યારેક સમજવામાં થઈ જાય મને ભૂલ,
તો મને માફ કરજે.
ગેરસમજથી થઈ જાય જો સંબંધો પૂરાં,
તો મને માફ કરજે.
અજ્ઞાનતા માં લઇ લઉં જો ખોટો નિર્ણય,
તો મને માફ કરજે.
અનહદ પ્રેમ કરું છું હું તને પણ,
છોડીને ચાલી જઉં જો દુનિયામાંથી,
તો મને માફ કરજે.

- ઝરણા દાયમા✍️ #waiting #Nojoto #story #gujarati #Poet #poem
થઈ જાય કોઈ ભૂલ મારા થી,
તો મને માફ કરજે.
અજાણ્યે થાય કોઈ ચૂક મારાથી,
તો મને માફ કરજે.
હું કરું જ છું રોજ યાદ તને,
ભૂલી જાઉં જો એક ક્ષણ માટે પણ,
તો મને માફ કરજે.
અકારણ થઈ જઉં તારા પર ગુસ્સે,
તો મને માફ કરજે.
મારી કોઈ વાતથી તારું મન દુભાય,
તો મને માફ કરજે.
ક્યારેક સમજવામાં થઈ જાય મને ભૂલ,
તો મને માફ કરજે.
ગેરસમજથી થઈ જાય જો સંબંધો પૂરાં,
તો મને માફ કરજે.
અજ્ઞાનતા માં લઇ લઉં જો ખોટો નિર્ણય,
તો મને માફ કરજે.
અનહદ પ્રેમ કરું છું હું તને પણ,
છોડીને ચાલી જઉં જો દુનિયામાંથી,
તો મને માફ કરજે.

- ઝરણા દાયમા✍️ #waiting #Nojoto #story #gujarati #Poet #poem
zarnadayma7856

Zarna dayma

Bronze Star
New Creator