રમત મમ્મી મમ્મી. ૧૦ વર્ષનો આકાશ દોડતા દોડતા ઘરમાં આવ્યો. હા, બેટા. અત્યારે બધા ઘરની બહાર કોઈની પણ સાથે હાથ મિલાવવાની કે કોઈને અડવાની ના પાડે છે. એવું કેમ? મમ્મી વિચારમાં પડી કે લોકડાઉન વિશે કેવી રીતે સમજાવે પણ જવાબ આપે એ પહેલાં આકાશે તરત જ બીજો પ્રશ્ન કર્યો. મમ્મી આ નહીં અડવાની રમત જ છે ને જે દર મહિને આપણે ત્રણ દિવસ ઘરમાં રમીએ છે? થોડીક ક્ષણ રાહ જોયા પછી જવાબ ન મળતાં આકાશ મમ્મી અને સાથે બેઠેલા ઘરના દીવાનખંડમાં બેઠેલા બધા સભ્યોને વિચારતા મૂકી ફરી રમવા દોડી ગયો. ✍️✍️ #રમત #game #sarcasm #lockdown #rigidrituals #yqbaba #yqmotabhai #grishmastories