Nojoto: Largest Storytelling Platform

મીટ માંડીને જુએ છે, સૌ કોઈ આકાશ માં. આશાઓ છલકાય છે

મીટ માંડીને જુએ છે, સૌ કોઈ આકાશ માં.
આશાઓ છલકાય છે, એ કાળા ભમ્મર વાદળ માં. 
ભૂલકાઓ નાચવા આતુર છે, કીચડ અને કાદવ માં.
ખેતર વચ્ચે ઉભો ખેડુ, ને જુએ આકાશમાં. 
વાદળો પણ મલકાય છે, ને જુએ એની આંખમાં.
ધરતી એ પણ શણગાર સજ્યો, વર્ષા ની વાટમાં.
નદી-નાળા છલકાશે, એ પેહલા વરસાદ માં. 
ભીની માટીની સુગંધ થી, મહેકશે આ ધરતીમાં. 
ધરતી પોકારે છે આકાશ ને, વ્યાકુળતા એના સાદમાં. 
દેડકાઓ ની મેહફીલ જામી, ને પૂછે એકબીજાને શાનમાં.


                                                   - મલ્હાર દવે #river poem
મીટ માંડીને જુએ છે, સૌ કોઈ આકાશ માં.
આશાઓ છલકાય છે, એ કાળા ભમ્મર વાદળ માં. 
ભૂલકાઓ નાચવા આતુર છે, કીચડ અને કાદવ માં.
ખેતર વચ્ચે ઉભો ખેડુ, ને જુએ આકાશમાં. 
વાદળો પણ મલકાય છે, ને જુએ એની આંખમાં.
ધરતી એ પણ શણગાર સજ્યો, વર્ષા ની વાટમાં.
નદી-નાળા છલકાશે, એ પેહલા વરસાદ માં. 
ભીની માટીની સુગંધ થી, મહેકશે આ ધરતીમાં. 
ધરતી પોકારે છે આકાશ ને, વ્યાકુળતા એના સાદમાં. 
દેડકાઓ ની મેહફીલ જામી, ને પૂછે એકબીજાને શાનમાં.


                                                   - મલ્હાર દવે #river poem
malhardave6815

Malhar Dave

New Creator