દોસ્તી ના લડવા માટે કારણોની જરૂર હતી, ને હસવા માટે આપણી વાતો જ પૂરતી હતી. મારે કહેવી હોય એ દરેક વાત તે સાંભળી હતી, પણ મનમાં રહેલી વાતો પણ આપણે હંમેશા પૂછી હતી. એકબીજાની વાત આપણને ભાગ્યે જ માનવી હતી, પણ ટાળવાની પણ ખુદને આપી મંજૂરી ન હતી. કારણ વગરની એ દોસ્તી હતી, ને કોઈ કારણ વગર એ કદાચ આજે નથી. નહીં પૂછું હવે એ ક્યારેય હશે કે નહીં, પણ, જ્યારે પણ મળશું ત્યારે કોઈ કડવાશ નહીં રહેશે, બસ હંમેશની જેમ અપેક્ષા વિનાની મુસ્કાન વહેતી રહેશે. ✍️✍️ #friendship #friends #humanbondings #dosti #oldfriends #yqbaba #yqmotabhai #grishmapoems