Nojoto: Largest Storytelling Platform

White અનાયાસે સમી જાયે, નથી એવું દરદ મારું. દવાથી

White 
અનાયાસે સમી જાયે, નથી એવું દરદ મારું.
દવાથી જે મટી જાયે, નથી એવું દરદ મારું.

નિહાળી આપને શાયદ અધૂરી ચાહ જાગી છે;
વિના કારણ વધી જાયે, નથી એવું દરદ મારું.

વિચારી એટલું કાયમ રહું છું મૌન હું વાલમ;
શબદમાં જે રજૂ થાયે, નથી એવું દરદ મારું.

બની નાકામ છે મદિરા હવે રાહત નહીં આપે;
નશામાં ઓગળી જાયે, નથી એવું દરદ મારું.

મટે ગર એ મળે અમને નિરાંતે બાથ ભીડીને;
જમાનાને જે પોસાયે, નથી એવું દરદ મારું.

જુઓને આંખથી નીતરી ગયું છે ગાલને ખરડી;
સહન કરતા સહન થાયે, નથી એવું દરદ મારું.

મળેલું આ દરદ મુજને તારા સમીપ રાખે છે;
"પ્રિયે"થી દૂર લઈ જાયે, નથી એવું દરદ મારું.

©प्रकाश " प्रिये" #good_night  'दर्द भरी 
शायरी'
#ગઝલ
White 
અનાયાસે સમી જાયે, નથી એવું દરદ મારું.
દવાથી જે મટી જાયે, નથી એવું દરદ મારું.

નિહાળી આપને શાયદ અધૂરી ચાહ જાગી છે;
વિના કારણ વધી જાયે, નથી એવું દરદ મારું.

વિચારી એટલું કાયમ રહું છું મૌન હું વાલમ;
શબદમાં જે રજૂ થાયે, નથી એવું દરદ મારું.

બની નાકામ છે મદિરા હવે રાહત નહીં આપે;
નશામાં ઓગળી જાયે, નથી એવું દરદ મારું.

મટે ગર એ મળે અમને નિરાંતે બાથ ભીડીને;
જમાનાને જે પોસાયે, નથી એવું દરદ મારું.

જુઓને આંખથી નીતરી ગયું છે ગાલને ખરડી;
સહન કરતા સહન થાયે, નથી એવું દરદ મારું.

મળેલું આ દરદ મુજને તારા સમીપ રાખે છે;
"પ્રિયે"થી દૂર લઈ જાયે, નથી એવું દરદ મારું.

©प्रकाश " प्रिये" #good_night  'दर्द भरी 
शायरी'
#ગઝલ