White અનાયાસે સમી જાયે, નથી એવું દરદ મારું. દવાથી જે મટી જાયે, નથી એવું દરદ મારું. નિહાળી આપને શાયદ અધૂરી ચાહ જાગી છે; વિના કારણ વધી જાયે, નથી એવું દરદ મારું. વિચારી એટલું કાયમ રહું છું મૌન હું વાલમ; શબદમાં જે રજૂ થાયે, નથી એવું દરદ મારું. બની નાકામ છે મદિરા હવે રાહત નહીં આપે; નશામાં ઓગળી જાયે, નથી એવું દરદ મારું. મટે ગર એ મળે અમને નિરાંતે બાથ ભીડીને; જમાનાને જે પોસાયે, નથી એવું દરદ મારું. જુઓને આંખથી નીતરી ગયું છે ગાલને ખરડી; સહન કરતા સહન થાયે, નથી એવું દરદ મારું. મળેલું આ દરદ મુજને તારા સમીપ રાખે છે; "પ્રિયે"થી દૂર લઈ જાયે, નથી એવું દરદ મારું. ©प्रकाश " प्रिये" #good_night 'दर्द भरी शायरी' #ગઝલ