Nojoto: Largest Storytelling Platform

યાદ આવે આપની તો આંખો થોડી ભીંજાય પપ્પા, છોડી આ શહે

યાદ આવે આપની તો આંખો થોડી ભીંજાય પપ્પા,
છોડી આ શહેર આવી જાઉં ઘરે એવું થાય પપ્પા.

જ્યારે ફોન કરી કહો છો "કોઇ ચિંતા નથી ને બેટા ?"
કેમ કરી કહું ? મને બસ આપની ચિંતા થાય પપ્પા.

નાસ્તિક છું છતાં અહેસાસ થાય છે ઈશ્વર જોયાનો,
જ્યારે જ્યારે આપનો ચહેરો મને દેખાય પપ્પા.

કામ કરો છો રાત દિવસ પરિવાર માટે છતાં,
રાખો છો હસતો ચહેરો જેથી થાક અમને ના વર્તાય પપ્પા.

આપી દીધું એ બધું જ તમે જે માંગ્યું પણ નહીં મેં,
હવે ફરિયાદ રહી નથી મને કિસ્મતથી જરાય પપ્પા.

કપરી પરિસ્થિતિમાંય અડગ રહેતાં શીખવ્યું છે તમે,
પણ એ ના શીખવ્યુ,તમારાથી દૂર રહી કેમ જીવાય પપ્પા.

આંસું આવ્યાં મારી આંખમાં,ને કલમ રહી ના હાથમાં,
ઉપકારો માં બાપનાં લખી લખીને કેટલાં લખાય પપ્પા.
               
      - રાહુલ, વણોદ #પપ્પા

rahulkumar9239

Rahul kumar

New Creator