પ્રેમ..✍️ પ્રેમનો અને પામવાનો કાંઇજ સંબધ જ નથી સાહેબ.. છતાંય ખબર નહીં,પરંતુ કેમ લોકો પામવાની દ્રષ્ટિએ પ્રેમ કરતાં હોય છે..! અરે પ્રેમની સાચી મજા તો એને હાંસલ કરવામાં નહીં..એની અધુરી ખ્વાઇસ માં જીવવાની છે..વિરહ માં તડપવાની છે..ઇચ્છાઓમાં સવાર થઈને એની યાદમાં રહેવાની છે..! પ્રેમ શબ્દ ખુદજ અપૂર્ણ છે..અને સુચન અપૂર્ણતાનુ કરે છે.. તો પછી માનવી કેમ તેને પુર્ણતા ના સપનાઓ થી સજાવે છે..! તમારો પ્રેમ જયાં પણ હોય આબાદ રહે..એ વિચાર જ છે પ્રેમ..! આંખો ના સીમાડાઓથી અશ્રુઓ ની વહેતી ધાર છે સાચો પ્રેમ..! અને હજારો ની ભિડમા આભાસ એકલતા નો કરાઇ જાયને..સાહેબ એ છે સાચો પ્રેમ.! સાહેબ..પ્રેમ તો એક મખમલી-શુરમઇ હસીન સાંજ છે.. જે સાંજ ના સૂર્યાસ્ત માં જ જન્નતનો અહેસાસ છે..! અરે પ્રેમ નામના પુર્ણ સપનામાં નહીં..અસલ મજા તો પ્રેમની અધુરી ચાહના માં છે 'અશ્ક'.. મેળવવા કરતાં..પ્રેમની સાચી પરિભાષા ગુમાવવામાં છે..! - અશ્ક માજીરાણા #Time #Prem #love #Gujaratisayari#ashq #2020