Nojoto: Largest Storytelling Platform

આપણી સામે આપણા હોઈ છે , પણ ખરેખર  ઉનાળા ના એ તાપણા

આપણી સામે આપણા હોઈ છે ,
પણ ખરેખર  ઉનાળા ના એ તાપણા હોઈ છે,
મન માં હોઈ છે દગો પણ મુખ પર સ્મિત રેલાવે છે,
સ્વાર્થ નીકળી ગયા પછી જ એમનો ખરો રંગ બતાવે છે,
જ્યારે એમનો સ્વાર્થ હોય લોકો કેવા આજ્ઞાર્થી હોઈ છે,
અને પત્યા પછી એમનું કામ તેઓ ક્ષમાપ્રાર્થી હોઈ છે,
ખરેખર,લોકો કેટલા સ્વાર્થી હોઈ છે....

તમારા શીખવેલા પાઠો એ તમને જ શીખવાડે છે ,
બની ને એ કટપ્પા બાહુબલી ને પછાડે છે,
સ્વાર્થ સમયે તમને સમય કાઢી સમય આપે છે,
અને પત્યા પછી એમનું કામ એ તમને સમય ની રમતો રમાડે છે,
સ્વાર્થ સમયે તમને દૂર ના સંબંધ પણ નજીક દેખાડે છે,
અને પત્યા પછી એમનું કામ તેઓ પારકા ના સમાનાર્થી હોઈ છે,
ખરેખર,લોકો કેટલા સ્વાર્થી હોઈ છે....

મેઘધનુષ થી પણ વધારે રંગો એ બતાવે છે,
જ્યારે મેઘ આવે ત્યારે એ જ ધનુષ ચલાવે છે,
ના હોઈ છે આંખો માં શરમ ,ના દિલ માં અપરાધ ભાવ હોઈ છે..
એતો પાછળ થી ખબર પડે છે કે એતો એમનો સ્વભાવ હોઈ છે..
આજે સમાચાર પત્ર તો કાલે કચરાપેટી ના એ લાભાર્થી હોઈ છે,
ખરેખર,લોકો કેટલા સ્વાર્થી હોઈ છે....
- સોહલ ખેરગામકર #waiting #selfish #alone #needsomeone #gujarati #poem #cruelworld #selflessperson your friend Neha   your friend Neha