Nojoto: Largest Storytelling Platform

પતિનો બહારનો ગુસ્સો મેં સહન કર્યો , સાસુ સસરાનો ત્

પતિનો બહારનો ગુસ્સો મેં સહન કર્યો ,
સાસુ સસરાનો ત્રાસ પણ મેં સહન કર્યો
એટલું એટલું થતા રાતે પતિનું પડખું સેવ્યું 
છતાં પણ મેં શુ કર્યું ? 

આખી જીંદગી આમ ને આમ ગઈ,
બાળકો , પતિ , સાસુ સસરામાં ગઈ 
પોતાના અસ્તિત્વને ભુલાવીને બધું સહન કરતી ગઈ
પોતાના પિયર પર આંચ ન આવે એ માટે સહેતી ગઈ
છતાં પણ મેં શુ કર્યું ? 

ડગલે ને પગલે પિયર પર ટોન્ટ સાંભળતી ગઈ 
પોતાના લોહીના સંબંધને ભુલાવી આગળ વધતી ગઈ.
મારા માટે કોઈ કઈક સ્પેશિયલ કરશે એવી આશા રાખતી ગઈ
મારા માટે કશું થયું છતાં પણ એમના માટે બધું કરતી ગઈ ,
તો પણ મેં શુ કર્યું ? 

એમના પરિવારને મેં એક લક્ષ્મી આપી 
તો પણ અમને દીકરો આપ એવી એમની લાલચ જાગી.
કેટલાય હાડકા તોડીને મેં દર્દ સહન કર્યું 
છતાં પણ મેં શુ કર્યું ? 

IG - dhaval_limbani_official #dhavallimbani 

#Dullness