Nojoto: Largest Storytelling Platform

તારી ને મારી વાતો જ તો ખાલી આપણી હતી તેમાં જ તો ઉષ

તારી ને મારી વાતો જ તો ખાલી આપણી હતી
તેમાં જ તો ઉષ્મા ની હૂંફાળી તાપણી હતી

એકમેક ના શબ્દો માં જ તો જીવ્યા હતા
શ્વાસોચ્છવાસની તો, ક્યારે કરેલી માપણી હતી

એકબીજાના સંગાથે વાવ્યા જે બીજ, તેમાં 
લીલીછમ યાદો ની કરી વાવણી આપણી હતી

ઝાકળ માત્ર થી તો આપણે પલળતા રહ્યાં 
પણ દરિયા જેવી ઊંડી લાગણી આપણી હતી

શબ્દો માં ભાવ ભરી લખતાં મને તો ક્યાં આવડે છે
મેં તો તારા ને મારા પ્રેમની કરેલી આ છાપણી હતી.

- Sapna Agravat #તારીનેમારીવાતો #વિચારનાવમળ

#તારીનેમારીવાતો #વિચારનાવમળ #સંગીત