Nojoto: Largest Storytelling Platform

મનાઈ થતાં જ શરૂઆત થઈ જતી મનના તરફડાટની ને પછી વાત

મનાઈ થતાં જ
શરૂઆત થઈ જતી મનના તરફડાટની
ને પછી વાત થતી મનાવવાની,
ક્યારેક હું મનાવ મનને
તો ક્યારેક એ મનાવે મને,
ક્યારેક બંને મળી મનાઈને માની લઈએ
તો ક્યારેક મનાઈની ઉપરવટ થઈ જઈએ,
ક્યારેક છેવટે હું ને મન કરી લઈએ
સમાધાન તરફડાટ સાથે જેમતેમ,
પણ એકાએક આવતી જતી યાદ
સાથે હજીયે ક્યારેક
હું ને મન બેસી જઈએ
લઈને મમત એ જ જૂની. 🧡📙📙🧡
#મનનીવાતો #forbidden #lost #denial #acceptance #compromise #napowrimo2021bygrishma #grishmapoems
મનાઈ થતાં જ
શરૂઆત થઈ જતી મનના તરફડાટની
ને પછી વાત થતી મનાવવાની,
ક્યારેક હું મનાવ મનને
તો ક્યારેક એ મનાવે મને,
ક્યારેક બંને મળી મનાઈને માની લઈએ
તો ક્યારેક મનાઈની ઉપરવટ થઈ જઈએ,
ક્યારેક છેવટે હું ને મન કરી લઈએ
સમાધાન તરફડાટ સાથે જેમતેમ,
પણ એકાએક આવતી જતી યાદ
સાથે હજીયે ક્યારેક
હું ને મન બેસી જઈએ
લઈને મમત એ જ જૂની. 🧡📙📙🧡
#મનનીવાતો #forbidden #lost #denial #acceptance #compromise #napowrimo2021bygrishma #grishmapoems