મારી વાતો સીધી ને સટ લાગે ત્યારે મારા શબ્દોને સંગીત આપે તું, મારા વિચારોની ભીડમાંથી મને તારા શબ્દો વચ્ચે રસ્તો આપે તું, મારી વાર્તા સુધી પહોંચુ ત્યાં સુધી મારા શબ્દોનો સથવારો તું, આમ રોજ તું મને કશુંક આપતી કશુંક શોધવા લાગતી, મારી સાથે તું રોજ મથતી તારા શબ્દોમાં હું નિખરતી, ઓ કવિતા તું મારી કલમની મનગમતી તારી સાથે લાગે જિંદગી ચહેકતી. 🧡📙 Happy World Poetry Day 📙🧡 #poem #poetry #worldpoetryday #loveforpoem #homeformywords #homeformyemotions #gujaratipoems #grishmapoems