Nojoto: Largest Storytelling Platform

એક તારો સાંજના ઢાળે રાતના પગલાં પૂર્વે ક્ષિતિજે દે

એક તારો
સાંજના ઢાળે રાતના પગલાં પૂર્વે
ક્ષિતિજે દેખાતો
ના ચાંદ ની રાહ ના સુરજની બહું ચાહ,
લાગતો આભાસી ને એનેય
ના આપવો પોતાના અસ્તિત્વનો પુરાવો,
સાથ કદી ના માંગતો
ના થવું એને કોઈનો સથવારો,
ઊગતો એના સમયે
ના નડતો એને દિવસ-રાતનો વારો,
ચમકતો મનગમતા રંગે
ના બીજા કોઈ રંગે અંજાતો,
ને આથમતો તો રોજ
કારણ ખુદને માટે ફરી ઊગવું
એ જ એનો લહાવો. ⭐⭐
#star #sky #selflove #selfworth #ownyourself #enjoyyourself #gujaratipoems #grishmapoems
એક તારો
સાંજના ઢાળે રાતના પગલાં પૂર્વે
ક્ષિતિજે દેખાતો
ના ચાંદ ની રાહ ના સુરજની બહું ચાહ,
લાગતો આભાસી ને એનેય
ના આપવો પોતાના અસ્તિત્વનો પુરાવો,
સાથ કદી ના માંગતો
ના થવું એને કોઈનો સથવારો,
ઊગતો એના સમયે
ના નડતો એને દિવસ-રાતનો વારો,
ચમકતો મનગમતા રંગે
ના બીજા કોઈ રંગે અંજાતો,
ને આથમતો તો રોજ
કારણ ખુદને માટે ફરી ઊગવું
એ જ એનો લહાવો. ⭐⭐
#star #sky #selflove #selfworth #ownyourself #enjoyyourself #gujaratipoems #grishmapoems