અને એ વરસાદનું ટીપું, આભમાંથી સરતા જોવું તો તો જાણેેેે એતો મોતી સરી રહ્યા હોય એવું જ લાગે છેે, એ જોતાની સાથે હૃદયને ઢાઢક મળે છે. અને એ વરસાદનું ટીપું, પડે છે આ જ્યારે સૂકી ભોમ પર ત્યારે તો ધરા મહકી ઊઠે છે ચારેકોર અને એ અનુસરતા હૃદય ફૂલની જેમ ખીલી ઊઠે છે. અને એ વરસાદનું ટીપું, પડે જ્યારે વૃક્ષના પાન પર ત્યારે તેના પર સૂર્ય કિરણ પડતા એ હીરાની જેમ ચમકે છે, એ જોતાની સાથે હૃદય પણ આનંદિત થાય છે. અને એ વરસાદના ટીપાંં, ઝરમર ઝરમર કરતા જ્યારે પડે છેે ધરા પર ત્યારે તો એ જોત જોતા અમૃત જેમ વહેવા લાાગેે છે, એ જોતાની સાથે હૃદય લાગણીથી છલકાય છે. અને એ વરસાદનું ટીપું, જ્યારે ખળ ખળ કરતું વોકળા સમાન વહે છે. ત્યારે તો હૃદય પણ ખડખડાટ હસી પડે છે. અને એ વરસાદનું ટીપું. ©m.b. Chaudhary #raindrops