ખુદ પર પ્રશ્નો કરું છું ખુદમાં જ દ્વંદ્વ કરું છું, પણ હવે ખુદ સાથે બેસીને ઉકેલ પણ શોધતી જાઉં છું, ક્યારેક સંવેદનહીન લાગું છું ક્યારેક લાગણીનો દરિયો થઈ જાઉં છું, પણ હવે ધીરે ધીરે લાગણીઓની આ બદલાતી ધારા વચ્ચે પોતાની તરસ સમજવાની કોશિશ કરતી જાઉં છું, ખુદમાં રહી પણ ખુદથી દૂર હતી હવે ખુદની બહારથી પણ ખુદને જોવાની વાત સમજતી જાઉં છું, દુનિયાના સાથની જરૂર સમજુ છું પણ ખુદના સાથનું મહત્વ હવે અનુભવતી જાઉં છું, નથી જાણતી કેટલું સમજી શકીશ ખુદને પણ ધીરે ધીરે વધુ ગમીશ હું મુજને એવું હવે હું માનતી થાવ છું.— % & ❤️❤️ #મારીવાતોમારીસાથે #beingwithme #selfawareness #beingme #loveyourself #loveallofyourselves #poemfrommetome #grishmapoems