તમારા જ કર્યાં પર કદી ગુમાન કરી તો જુઓ, અસ્થિર મગજ ને કદી શાંત કરી તો જુઓ! થશે પસ્તાવો જિંદગી ભર નો તમને, કદી પ્રેમ ખુલ્લેઆમ કરી તો જુઓ! સ્વતંત્ર મને સૌ ને કલાકારી સુજે છે, બાંધ્યા મને ગઝલ ઇજાત કરી તો જુઓ! પસ્તાવો જ થશે સંબંધો માં બંધાઈ ને, ખુલ્લા આસમાને કેદ માં નિંદ્રા લાવી તો જુઓ! કેટલા યત્નો કરશો સંબંધો જાળવવા? કદી મન ની વાત દિલ પર લાવી તો જુઓ! મુક-બધિર જેવી જ સ્થિતિ હોઈ છે વ્યવહારોની, 'રુદ્ર' લાગણીઓ માં વહી ને ઇઝહાર કરી તો જુઓ! - જય ત્રિવેદી ('રુદ્ર') ©Jay Trivedi #કરી_તો_જુઓ #Original #mr_trivedi