Unsplash અર્થ માંથી ભાવ ઉભરી જાય તો કવિતા ગમે. લિપિ હૃદયની શબ્દથી સમજાય તો કવિતા ગમે. કાફિયા ઘાયલ કરે ને વિરહમાં પલળે નયન; દિલમાં દફન ઘાવ તાજો થાય તો કવિતા ગમે. વાંચતા બે-ચાર લીટી, કલ્પના ઘેરી વળે; વાંચનારા યાદમાં પટકાય તો કવિતા ગમે. મહેફિલોમાં કેફ ઉતરે, ડગમગે ધરતી ગગન; જામ જ્યારે જામથી ટકરાય તો કવિતા ગમે. જો રહે મન ગુંજતું એની અલૌકિક અસરથી; ચીર કાલીન છાપ છોડી જાય તો કવિતા ગમે. પ્રથમ અમે જે લખેલી પંક્તિઓ તુજ નામ જે; પ્રાસ એવો ક્યાંય પણ વપરાય તો કવિતા ગમે. બે કળી વચ્ચે રહેલા, માણ"પ્રિયે"જો મર્મને; ખોજનારો ખોજમાં ખોવાય તો કવિતા ગમે. 202502071412 ©प्रकाश " प्रिये" #Book #kavita #કવિતા #ગઝલ #ગુજરાતી