Nojoto: Largest Storytelling Platform

Unsplash અર્થ માંથી ભાવ ઉભરી જાય તો કવિતા ગમે. લિપ

Unsplash અર્થ માંથી ભાવ ઉભરી જાય તો કવિતા ગમે.
લિપિ હૃદયની શબ્દથી સમજાય તો કવિતા ગમે.

કાફિયા ઘાયલ કરે ને વિરહમાં પલળે નયન;
દિલમાં દફન ઘાવ તાજો થાય તો કવિતા ગમે.

વાંચતા બે-ચાર લીટી, કલ્પના ઘેરી વળે;
વાંચનારા યાદમાં પટકાય તો કવિતા ગમે.

મહેફિલોમાં કેફ ઉતરે, ડગમગે ધરતી ગગન;
જામ જ્યારે જામથી ટકરાય તો કવિતા ગમે.

જો રહે મન ગુંજતું એની અલૌકિક અસરથી;
ચીર કાલીન છાપ છોડી જાય તો કવિતા ગમે.

પ્રથમ અમે જે લખેલી પંક્તિઓ તુજ નામ જે;
પ્રાસ એવો ક્યાંય પણ વપરાય તો કવિતા ગમે.

બે કળી વચ્ચે રહેલા, માણ"પ્રિયે"જો મર્મને;
ખોજનારો ખોજમાં ખોવાય તો કવિતા ગમે.

202502071412

©प्रकाश " प्रिये" #Book 
#kavita 
#કવિતા 
#ગઝલ 
#ગુજરાતી
Unsplash અર્થ માંથી ભાવ ઉભરી જાય તો કવિતા ગમે.
લિપિ હૃદયની શબ્દથી સમજાય તો કવિતા ગમે.

કાફિયા ઘાયલ કરે ને વિરહમાં પલળે નયન;
દિલમાં દફન ઘાવ તાજો થાય તો કવિતા ગમે.

વાંચતા બે-ચાર લીટી, કલ્પના ઘેરી વળે;
વાંચનારા યાદમાં પટકાય તો કવિતા ગમે.

મહેફિલોમાં કેફ ઉતરે, ડગમગે ધરતી ગગન;
જામ જ્યારે જામથી ટકરાય તો કવિતા ગમે.

જો રહે મન ગુંજતું એની અલૌકિક અસરથી;
ચીર કાલીન છાપ છોડી જાય તો કવિતા ગમે.

પ્રથમ અમે જે લખેલી પંક્તિઓ તુજ નામ જે;
પ્રાસ એવો ક્યાંય પણ વપરાય તો કવિતા ગમે.

બે કળી વચ્ચે રહેલા, માણ"પ્રિયે"જો મર્મને;
ખોજનારો ખોજમાં ખોવાય તો કવિતા ગમે.

202502071412

©प्रकाश " प्रिये" #Book 
#kavita 
#કવિતા 
#ગઝલ 
#ગુજરાતી