Nojoto: Largest Storytelling Platform

એક પાંચ વેંતની પૂતળી ભાળી ભર બજાર, જેના એક ઈશારા પ

એક પાંચ વેંતની પૂતળી ભાળી ભર બજાર,
જેના એક ઈશારા પર ઘાયલ થાય હજાર.

દિલ મારુ ઝોલા ખાઈ,લાલ સનેડો,
જોઈ તને  લલચાઈ,લાલ સનેડો.

જોઈ તને જ્યારથી સૂઝે નહીં કાંય,
જોવા ને તરફડું મળે મન રાજી થાય.

ગોરી બૌ શરમાઈ, લાલ સનેડો,
મન જોઈ હરખાઈ,લાલ સનેડો.

આંખે શરમના શેરડા,ગાલે ગુલાબી ભાત,
ચાંદા સરીખું મુખડું,'ને હોઠ લાલ ચટાંક.

મીઠુંડી મોરલી ગાઈ, લાલ સનેડો,
જોબન જોલા ખાઈ,લાલ સનેડો.

થોભો જરા પદમણી,કરવી દ્લ ની વાત,
ચાહો તો તમ આંગણે,જોડી આવું જાન.

સનેડો કાળજાની કોર લાલ સનેડો,
પાગલ પન નું "પ્રતીક"લાલ સનેડો.

 #સનેડો #ગુજરાતી_ગીત #નોઝોટો #ગુજરાતીકવિતા
એક પાંચ વેંતની પૂતળી ભાળી ભર બજાર,
જેના એક ઈશારા પર ઘાયલ થાય હજાર.

દિલ મારુ ઝોલા ખાઈ,લાલ સનેડો,
જોઈ તને  લલચાઈ,લાલ સનેડો.

જોઈ તને જ્યારથી સૂઝે નહીં કાંય,
જોવા ને તરફડું મળે મન રાજી થાય.

ગોરી બૌ શરમાઈ, લાલ સનેડો,
મન જોઈ હરખાઈ,લાલ સનેડો.

આંખે શરમના શેરડા,ગાલે ગુલાબી ભાત,
ચાંદા સરીખું મુખડું,'ને હોઠ લાલ ચટાંક.

મીઠુંડી મોરલી ગાઈ, લાલ સનેડો,
જોબન જોલા ખાઈ,લાલ સનેડો.

થોભો જરા પદમણી,કરવી દ્લ ની વાત,
ચાહો તો તમ આંગણે,જોડી આવું જાન.

સનેડો કાળજાની કોર લાલ સનેડો,
પાગલ પન નું "પ્રતીક"લાલ સનેડો.

 #સનેડો #ગુજરાતી_ગીત #નોઝોટો #ગુજરાતીકવિતા

#સનેડો #ગુજરાતી_ગીત #નોઝોટો #ગુજરાતીકવિતા