ઉગતા સુરજ ની સાથે આવે તારી યાદ, પરમ મિત્ર ને બોલાવવા પાડું મીઠો સાદ. અલકમલક ની કરીએ આપણે ઘણીયે વાત, બસ હજુ સુધી નથી થઈ આપણી મુલાકાત. સુખ દુઃખ ની કેડી એ તારો અવિરત સાથ, મુજને મળ્યો તારો વણમાંગ્યો અદ્રશ્ય હાથ. તુજ પર છે મુજને અતૂટ, અચલ વિશ્વાસ, દૂર છે તું , છતાં થાય તારી હાજરી નો અહેસાસ. આજે દિલ થી લખું છું તુજને એક પત્ર, જન્મદિન મુબારક તુજને પરમ મિત્ર. This post is dedicated to my best friend.... Not only good #friend , but also best #adviser , all time #supporter and very good #writer . #happybirthday to #best and #beautiful part of my #life