Nojoto: Largest Storytelling Platform

તારું આવવું મને ગમે છે, તારા આવવા સાથે જ મારામાં ર

તારું આવવું મને ગમે છે,
તારા આવવા સાથે જ મારામાં રહેલી
કંઈ કેટલીયે શક્યતાઓ સળવળે છે,
તું વરસે ને હું પલળી શકું છું
ત્યારે જણાય આ શક્યતા
હજી મુજમાં રહે છે,
તું ગોરંભાય ને હું પણ વરસી શકું છું
ત્યારે લાગે હળવાશની શક્યતા
મારા દરેક વાદળમાં રહે છે,
ને વરસ્યા પછી આ કોરા આકાશમાં
રહેલી ભીનાશ જેવું ભીનું ભીનું
કશુંક મારામાં પણ ઉગી શકે છે,
ને આમ જ એના આવવાની રાહ પણ
જોઈ શકું તો કદાચ આ સળવળતી
શક્યતાઓ પણ હકીકત બની શકે છે. ❤️❤️
#rain #monsoon #possibilities #faith #hope #wait #grishmarainpoems #grishmapoems
તારું આવવું મને ગમે છે,
તારા આવવા સાથે જ મારામાં રહેલી
કંઈ કેટલીયે શક્યતાઓ સળવળે છે,
તું વરસે ને હું પલળી શકું છું
ત્યારે જણાય આ શક્યતા
હજી મુજમાં રહે છે,
તું ગોરંભાય ને હું પણ વરસી શકું છું
ત્યારે લાગે હળવાશની શક્યતા
મારા દરેક વાદળમાં રહે છે,
ને વરસ્યા પછી આ કોરા આકાશમાં
રહેલી ભીનાશ જેવું ભીનું ભીનું
કશુંક મારામાં પણ ઉગી શકે છે,
ને આમ જ એના આવવાની રાહ પણ
જોઈ શકું તો કદાચ આ સળવળતી
શક્યતાઓ પણ હકીકત બની શકે છે. ❤️❤️
#rain #monsoon #possibilities #faith #hope #wait #grishmarainpoems #grishmapoems