હા, અમે ગુજરાતી... જીવનરૂપી એ ગાડી ભલેને ઉચી - નીચી થાતી, આવડે છે હંકારતા અમને, હા અમે ગુજરાતી. ગરબાથી ગુંજી ઉઠે અહી પ્રત્યેકની છાતી, કાયમની આ જ છે ભાતી,હા અમે ગુજરાતી. ધન્ય જેના કારણે એમાંની એક અહીંની માટી, ને બીજી મધુર અમારી વાણી, હા અમે ગુજરાતી. ઓળો રોટલો ને છાશ ભેળી મધુરતા પીરસાતી, ખૂટે નઇ એકથી એવડી થાળી,હા અમે ગુજરાતી. માર્ગ ભૂલેલની આંગળી પકડી રાહ બતાવનારા, એવી ઉંચી અમારી ખાનદાની,હા અમે ગુજરાતી. ~ ગાહા વસીમ આઈ. ©Vasim Gaha #હા_અમે_ગુજરાતી #ગુજરાતી #ગુજરાત #મારું_ગુજરાત