☕*ચા*☕ પધારો પધારો કહી આગ્રહથી કહે મહેમાનો ને ચા લેશો કે પાણી. આસામ ના પહાડોમાં માંથી ચા તને અંગ્રેજ લાવ્યા ત્રાણી. ચાય ગરમ ચાય ગરમ, રેલવેના સ્ટેશન પર સંભળાય વાણી. કામ કરતો નાનો મોટો મજુર હોય કે ખેતર વાડી નો ધણી. ઓફીસ નો વર્કર હોય કે કંપની નો માલિક ચા તું સહુની રાણી. થાકી ને કંથ આવે ઘરે તો પ્રેમ થી ચા લાવે ઘર ધણીયાણી. આ ચા ની તલબ માં હિતકારી દહીં છાશ ક્યાંક ખોવાણી. નર કહે હજું ચા તું મારા ઘરે કેટલા દિવસથી છો રોકાણી. તને જોઈ આ ભુલકાઓ ચા માંગે હજી આંખ નથી લુછાણી. ન મળે જો કોઈને તું બહાનાં બનાવે ચા ના મોટા બંધાણી. ચા તારી અજબ-ગજબ વાતો ને રસપ્રદ કહાની. નારાણજી જાડેજા ( ગઢશીશા) નર મુન્દ્રા કરછ લવાજમ ✅ #ચા