Nojoto: Largest Storytelling Platform

હસતાં શીખવાડી દે, રડતાં શીખવાડી દે, તારા વગર મને

હસતાં શીખવાડી દે, રડતાં શીખવાડી દે,
તારા વગર મને જીવતા શીખવાડી દે..!
ક્યારેય કંઈ જ નહિ કહું હું તને બસ,
તારા વગર મને વ્યસ્ત રહેતા શીખવાડી દે..!
ખુશ નહિ રહી શકું તારા વગર ક્યારેય પણ,
તું મને તારા વગર મસ્ત રહેતા શીખવાડી દે..!
તારી યાદો ની જે ઇમારતો દિલ માં બની છે,
ચાલને એને હવે ધ્વસ્ત કરતા શીખવાડી દે..!
પ્રેમ તારો હંમેશા સર્વોપરી રહ્યો છે મારા માટે,
હવે તું એને આમ સમયમાં તોલતા શીખવાડી દે..!
કોઈ વાત છુપાવી નથી તારાથી આજ સુધી,
તું મને હવે સરળતાથી જૂઠ બોલતા શીખવાડી દે..!
તને પ્રેમ કર્યો છે એટલો તો મેં ખુદને પણ કર્યો નથી,
ચાલ તું હવે મને પ્રેમ ના કરતા પણ શીખવાડી દે..!
સવાર સાંજ બપોર રાત બધા માં તું જ તું છે,
ને 'હું ક્યાંય હતો જ નહિ.!' એમ હવે મને માનતા શીખવાડી દે..!
'જાન છે તું મારી', હવે એવું ના કહું હું તને.?,
કંઈ વાંધો નહિ હવે તું મને હદમાં રહેતાં શીખવાડી દે..!
કોઈ વસ્તુ નથી તું કે તને બાજુ પર મૂકી દઉં,
ચાલ તું મને શરીરથી પ્રાણને અલગ કરતા શીખવાડી દે..!

-ઝરણા દાયમા ✍️ #Moon #Nojoto #Poet #Poetry #gujarati #kavita

zarnadayma7856

Zarna dayma

Bronze Star
New Creator