*ગુરુ* અઢીયો નામે એક બાળ,એની ઉપર ઉતર્યા કાળ. છુટ્યો માં બાપનો સાથ,પાંચ વર્ષે બન્યો અનાથ, પૂછે કોઈ કેમ અઢીયો નામ,જમવું અઢી સેર જાણે આખુ ગામ. ફરતાં ફરતાં સાધુ સંતો આવી ચડ્યા,કહે કેમ બાળ તમે એકલા રમ્યા. સઘડી વાત સંતોએ સાંભળી, આશ્રમ લઈ જવા પકડી આંગળી. કરજે આશ્રમ ના કામ, ભક્તિ થી ભજો રામ. આજ એકાદશી કહેવાય,આજ ભુખ્યા રહેવાય. સમજે નહીં બાળક મન,બનવો વનમાં જઈને અન. અઢી સેર અને સાથે આપે શિખામણ,ભોજન પહેલાં કરજે શિવ સ્મરણ. ગુરુ આજ્ઞા શિરે ધરી, શિવજીની ભક્તિ કરી. ભક્તિએ શંભુ પ્રગટ થાય,પ્રેમે પ્રભુ પ્રસાદ ખાય. એકાદશી અગિયારસ રહે, ગુરુ ને સઘડી વાત કહે. સંતો માને ન એ વાત,કેમ થાય સમજે ના આ કરામત. ફરી આપે બમણું અન, કહે માને ના મારું મન. શીવને શાદ કરે, પહેલાં તું અમને યાદ કરે. આજ પધાર્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ, સંતો ને ન આવે વિશ્વાસ. અઢીયો સાથે દોડતા જાય, પ્રભુ ને સામે દેખી અતી હરખાય. ગુરુ શિષ્યના ચરણ પડે, કહે અમને મિથ્યાભક્તિ નું અભિમાન નડે. પ્રેમ ભક્તિમાં પ્રભુ પ્ધારે,કહે "નર"સહુના દુઃખડા હરે. નારાણજી જાડેજા ગઢશીશા "નર" મુન્દ્રા કરછ લવાજમ✅