કર્યા સારા એ બધા મારા કરમ છે, હા એ પણ વહમ છે, મોટો અહમ્ છે. માનવું એ પણ કે, મને ક્યાં અહમ્ છે? હા એ પણ વહમ છે, સૂક્ષ્મ અહમ્ છે. નહિ સમજાય! એ ખુબજ બેરહમ છે, છે ‘હું’ જ્યાં જ્યાં, ત્યાં ત્યાં અહમ્ છે. ઘવાય છે જે, એ જ તો તારો અહમ્ છે, વચન, શ્વાસ અને સુર એ જ સોહમ્ છે. ખરેખર તો સર્વત્ર સર્વસ્વ શિવોહમ્ છે, બાકી બધો અહમ્ છે, મોટો વહમ છે. માનવું કે મારા માથે ‘આનંદ’ રહમ છે, હા એ પણ વહમ, છે મોટો અહમ્ છે. ©Shail Mehta #Poetry #gujjupoetry