ગતિ જ્યારે તને ના સમજાય, સમય, દુનિયા, તારા વિચારો-વાતો કે બીજા કશાયની, તો જરા તારા શ્વાસની ગતિ માપી જો, જો એ ઠીક છે તો બધું ઠીક છે. ને કદાચ એ નથી ઠીક-ઠાક તો એની ગતિ સાચવી લે ને પછી એ ઠીક છે તો બધું ઠીક છે. વળી ક્યારેક જો લાગે થંભી ગયું બધું તો બસ એકવાર તારા શ્વાસને પૂછી જો, જો એ કહેશે એ કે હું તો આ ચાલ્યો તો છોને અટકી ભલે આ દુનિયા જો, ને એ કંઈ ના કહે તો પછી બધું ઠીક જ છે. 🧡💙💚💛💜🖤❤️ #pace #race #breath #beingalive #health #life #gujaratipoems #grishmapoems