જિંદગી ક્યારેક તદ્દન એમની એમ તો ક્યારેક તદ્દન બદલાયેલી લાગે જેમ, વાતો જે તું માનતો એમાંની કેટલીક બદલાઈ ગઈ તો વાતો જે તું માને છે એમાં કેટલીક ઉમેરાઈ તો કેટલીક બાદ થઈ ગઈ, ને હવે તું પણ બદલાવની આંગળી પકડી ચાલે છે, ને તોય ક્યારેક બસ કેટલીક વાતોને રીતિ કહી ખુદના એક હિસ્સાને ઝાલી રાખે છે, લાગે છે સમયના વ્હેણ સાથે વહેતા રહેવાની રીત તને સમજાઈ ગઈ. ♥️♥️ #life #change #acceptance #holdingon #goingwiththeflow #napowrimo #napowrimo2022bygrishma #grishmapoems