જેને પણ પ્રેમ કર્યો દિલ થી કર્યો, દેખાવ સમજ્યા એ તો એમાં મારો શું વાંક?? નાનામાં નાના પ્રશ્ન ને હલ કરવાની બનતી કોશિશ કરી, એ મારી ચોખવટ ના સમજ્યા તો એમાં મારો શું વાંક?? ભૂલ જ્યારે જ્યારે થઈ એમનાથી તો અરીસો પણ બતાવ્યો, જો એ સમજવા તૈયાર જ ના હોય તો એમાં મારો શું વાંક?? અહમ ને મારીને દરેક વખતે પહેલ મેં કરી, તો પણ એમને કદર ના થાય તો એમાં મારો શું વાંક?? આટલું કરવા છતાં જો એમને અહમ જ વ્હાલો હોય, તો થોડોક અહમ હું પણ રાખું એમાં મારો શું વાંક?? #અહમ #મારોશુંવાંક?? #nojotogujrati #nojotoapp #nojotokavita #nojotopoetry