Nojoto: Largest Storytelling Platform

આજ અચાનક ભરબપોરે નજર પડી અંબર પર, ને અંબર પૂછે રસ્

આજ અચાનક ભરબપોરે નજર પડી અંબર પર,
ને અંબર પૂછે રસ્તો ભૂલ્યા કે ભૂલ્યા આવવાનું સમયસર.
કીધું મેં સમયની પૂરેપૂરી જાણે મને,
ને ક્યાં આવે મારગ આડો મળવામાં તને.
કહે આભ વહેલી સવારે આવતા બધા સૂર્યદર્શન કરવા,
ને સાંજ પડે મારા રંગોમાં ખોવાઈ જતા.
પણ પડતી બપોર ને સુરજદાદા તપતા, પછી
માનવ હોય કે પ્રાણી બધાય આ નભથી અજાણ બનતા.
સમજાયો સવાલ મને ગગનનો,
ને કુદરતની કરામત જોઈ હું હસી પડ્યો.
દુઃખ જોઈ કોઈનુ હાસ્ય થોડું કરાય,
કહેતા મને આકાશ અકળાય.
ધીમે રહીને હું ગણગણ્યો, રે આસમાન
આ દુઃખ તો દરેક માનવનું, જ્યારે જ્યારે
ક્રોધાગ્નિમાં તપ્તો ભરબપોરનું આસમાન બનતો. 🧡🧡
#afternoonsky #sky #simile #humanemotions #musingtime #yqbaba #yqmotabhai #grishmapoems