Nojoto: Largest Storytelling Platform

આજે પંડ્યમાં જ ઝાંખીને જોઈ લીધું કે દસ મહોરાં પહેર

આજે પંડ્યમાં જ ઝાંખીને જોઈ લીધું કે દસ મહોરાં પહેરીને કોઈ ખૂણે દશાનન તો નથી બેઠોને?
જ્યાં જ્યાં નજર પડી ત્યાં ત્યાં એની જ યાદી સચવાયેલી દીઠી.
ક્યાંક શંકા દીઠી તો ક્યાંક દીઠી ઈર્ષા....
ક્યાંક આળસ દીઠી તો ક્યાંક દીઠું વૈમનસ્ય....
આવા તો કૈંક દીઠાં ભીતર હરતાં-ફરતાં અસ્તિત્વ!
બેઠી બેઠી હજી ખોળ્યા કરું હું...
પ્રાયશ્ચિત જેવું ક્યાંક હશે ને?! ભીતર વિભિષણ નામે સત્વ!!
પણ ના રે...! હોય તો જડે ને...?
શીલ,ક્ષમા,વિવેક આ બધાનું હરણ કરીને બેઠું'તું અંદર રાવણ નામે તત્વ!
દહન કરવું છે મને ભીતર બેઠેલા રાવણનું,જો અવતરણ થાય મારામાં રામ રૂપે પરમતત્વ. #વિજ્યાદશમી #દશેરા

#વિજ્યાદશમી #દશેરા #વિચાર