સમેટીને બેઠી છું ખુદને ક્યાંક વિખેરાઈ ના જાવ, નથી એવું કે બંધિયાર છું, સ્મિત વહેતું રહે છે ને ખડખડાટ ઘોડાપૂરની પણ આવન-જાવન થાય છે, વળી ક્યારેક ઝરણાં થોડા ખારા પણ બનતા જાય છે, ને આ સીધા સરળ વહેણમાય ના જાણે ક્યારની તારી લહેરોમાં વિખેરાવાની મોકળાશના સપનાને રોજ કાજળમાં સમેટીને આંજુ છું. ❤️❤️ #love #lovepoems #valentinepoems #waitingforyou #longing #gujaratipoems #grishmalovepoems #grishmapoems