Nojoto: Largest Storytelling Platform

હું રોજ સવાર-સાંજ ઉભો ઉભો ઝાંપે થી એ જોયા કરું, આ

હું રોજ સવાર-સાંજ ઉભો ઉભો ઝાંપે થી એ જોયા કરું,
આ મડદા જેવા માનવીઓ માં હું માનવતાને શોધ્યા કરું.

લોભ, લાલચ અને લાચારી એ મારેલા મડદા વિણ્યા કરું,
મળે જો ખરો માનવી એમાં તો એની માનવતા ને પોખ્યાં કરું.

ઝાડ, ઝાળી ને ઝાંખરા જોયે આ આંખો ને તો વર્ષો વીત્યા,
હવે તો આ કૉન્ક્રિટ નાં રણ માં બસ હું પ્રકૃતિ ને શોધ્યા કરું.

દાન, પુણ્ય અને ધર્મ ના માર્ગે હજીયે ચાલે તો છે આ માનવી,
પણ પાછળ નાં એ દંભ ને હું કલિયુગ માં કમને પણ હાંકયાં કરું.

સત્યવચની, પ્રેમ અને કરુણામય હૃદય ને આજે પણ શોધ્યા કરું,
'રુદ્ર' હરીનામ જપતા માનવીઓ ને આજે પણ હું તાર્યા કરું.

- જય ત્રિવેદી ('રુદ્ર')

©Jay Trivedi #માનવતા #Original #mr_trivedi 

#Life

jaytrivedi5022

Jay Trivedi

New Creator