Nojoto: Largest Storytelling Platform

પ્રસ્તાવ...#Propose_Day આંખોમાં જોઈને આંખોમાં ડૂબત

પ્રસ્તાવ...#Propose_Day
આંખોમાં જોઈને આંખોમાં ડૂબતો હસતો હસતો પ્રસ્તાવ...
તો ક્યાંક આંખો ઝૂકાવીને પ્રસ્તાવિત થતો મૂક પ્રસ્તાવ...
એ મૂક પ્રસ્તાવમાં મૌન સ્વીકૃતિ ભળે ને નજરુંની વાતું થતી હોય ખામોશ!!
ખાસ તો આ જમાનામાં મેદાન મારે છે એવો બોલકો પ્રસ્તાવ...
એ બોલકા પ્રસ્તાવમાં વળી એકેએક અક્ષરને મઠારી મઠારીને અક્ષરશઃ શાબ્દિક વાતોડિયો ઘાટ ઘડાય!
એમાંય જો ઉતાવળે ઘાટઘૂટ વગરનો અધૂરો ઘડેલો અક્ષર જીભે ગોઠવાઈ જાય! તો દરખાસ્ત નામંજૂર થવાની શક્યતા ય વધી જાય.
બીજું તો ઠીક, પણ નામંજૂર થયેલ દરખાસ્તને પોતાનાં મન પર જો હાવી થવા દીધી તો પોતાની જિંદગી નો  ઘાટ બગડે તો બગડે સાથે ઘડામણે ય માથે પડે! 
દરખાસ્ત છે ભૈ! આપણું ધાર્યું થાય પણ ને ન પણ થાય.
જો ધાર્યું થાય તો હૈયાંમાં હેતથી હરખાઈ લેવાનું અને જો ધાર્યું ન થાય તો સમય બળવાન છે, એવું મનોમન બોલતાં બોલતાં દેખ્યું-અણદેખ્યું કરીને નવી વૈચારિક કેડી કંડારતાં કંડારતાં આગળ વધી જવું.
સાચું Propose તો પોતાની જાત સાથે જ કરાય.ધાર્યું પરિણામ આવે કે ન આવે,પણ આત્મવિશ્વાસ જરૂર વધે.એ વધતો આત્મવિશ્વાસ જ દ્રઢપણે વિશ્વાસુ દિશા નિર્દેશ કરતો હોય, એવો અનુભવ ડગલેને પગલે થતો હોય છે.
~Damyanti Ashani #Proposeday#પ્રસ્તાવ #દરખાસ્ત