આજે મેં ચિતર્યા છે કંઈક લાગણી ના લીટા જેને લંબાવતા હર કોઈ આજે બીતા... આમ તો ચિત્રકામ સારુ એવું ફાવે🌈 પણ ફક્ત આ લીટા દોરતા જ આલ આવે એવું નથી કે આ લીટા દોરવાનું મન નથી દોરીને જોયા છે મેં પરિણામ એટલે હવે રસ નથી તમે જ કહો, શેના પર દોરું કૅન્વાસ કે કાગળ !!? પેહેલા કોઈ મારાં લીટા સમજી શકે એને કરો આગળ.. આમ તો મારાં લીટાઓ નું સંયોજન જોઈને હઝાર ખામીઓ કહી જાય છે બધા.. પણ કોઈ એવું જોઈએ જે ખુદ પીંછું લઈને ખાલી જગ્યા રંગે ફર્ક હવે બસ એટલો જ છે કે પેહલા બધા રંગ સાથે રાખતી હવે બસ જ્યાં જેની જરૂર હોય તેજ થેલી માં નાખતી બસ એક સફેદ રંગ હમેશા જોડે રાખું, કેમ કે કોઈ મારાં રંગબેરંગી લીટા વિખે તો સફેદ રંગ લગાવી શકાય અને ફરીથી નવા રંગબેરંગી લીટા દોરી શકાય તેથી જ, આજે મેં ચીતર્યા છે કંઈક લાગણીના લીટા જેને લંબાવતા હર કોઈ આજે બીતા..... ~Dhruvii #Riverbankblue #simply #titfortat #blue #goodvibes