Nojoto: Largest Storytelling Platform

જ્યાં સુધી સદીઓથી કોઈના દોરેલા એક જ પરિઘમાં પૂરાઈન

જ્યાં સુધી સદીઓથી કોઈના દોરેલા એક જ પરિઘમાં પૂરાઈને હું ગોળગોળ ફર્યા કરતી, ત્યાં સુધી અંદરોઅંદર રૂંધાયેલી એની એ જ હવાથી મારો શ્વાસ રૂંધાવા લાગતો.

પછી, એક દિવસ મારાં એકાંત સેવી 'મને' મને ઢંઢોળીને કહ્યું, તું જ તારી મરજી મુજબ નવી કેડી કંડારીને શું ન ચાલી શકે? ને જાણે તંદ્રામાંથી જાગી! અને મેં તરત જ સમય વર્તે મારી ત્રિજ્યાની લંબાઈ જરૂરિયાત મુજબ વધારવાની જાતે જ શરૂ કરી દીધી. જેમજેમ હું વિસ્તરતી ગઈ એમ મારી ભીતર જાણે સતત નવી ઉર્જાનો સંચાર થતો હોય એવો અહેસાસ મને આજે પણ થાય છે.

©Damyanti Ashani✍️ #મન #વિસ્તરવું #એકાંત 
#WalkingInWoods

#મન #વિસ્તરવું #એકાંત #WalkingInWoods #Quotes