Nojoto: Largest Storytelling Platform
rk4838271667199
  • 478Stories
  • 225Followers
  • 3.4KLove
    7.4KViews

RK

Always loyal in everything

  • Popular
  • Latest
  • Repost
  • Video
0f750c8318c7d9145177ab2e40af67ca

RK

*જવાબદારી જેનાં માથા ઉપર છે, 
એમણે રિસાવાનો કે થાકવાનો અધિકાર નથી..*

©RK #RK
0f750c8318c7d9145177ab2e40af67ca

RK

કોણ દિલથી ચાહે છે એ ગુગલ નહીં કહે.

કોણ સાથ નિભાવશે? એ ગુગલ નહીં કહે.

શ્વાસો ગણાવશે આખા મલકના કોણ ખરેખર જીવાડે છે
એ ગુગલ નહીં કહે.

ક્યારે સૂવું, ક્યારે ઉઠવું પૂછી શકીએ પણ સ્વપ્ન ક્યારે આવે  એ ગુગલ નહીં કહે.

ઉપર ઉપરના સઘળા વ્યવહારો કહેશે પણ મનમાં શું ચાલે છે એ ગુગલ નહીં કહે.

સાથે છું કહીને પણ જેઓ સાથે નથી,એ છે કોની સાથે  
એ ગુગલ નહીં કહે.

સંબંધને મન ભરી માણી લેજો,કોણ તમારી રાહ જુએ છે 
એ ગુગલ નહીં કહે...🎯

©RK #RK
0f750c8318c7d9145177ab2e40af67ca

RK

નમતી ડાળને કારણ વિના કાપી નાખી પછી છાયડા ની ખોજ માં આખી જિંદગી કાઢી નાખી..!

©RK #RK
0f750c8318c7d9145177ab2e40af67ca

RK

દુનિયા સામે લડી લેનાર ઘણીવાર ઘર આંગણે જ હારી જાય છે,
 કેમ કે પરિવાર સાથે એ જીવવા ઈચ્છે છે જીતવા નહીં...!!

©RK #RK
0f750c8318c7d9145177ab2e40af67ca

RK

જેટલો મોટો વિશ્વાસ એટલો જ મોટો વિશ્વાસઘાત,
 જેના સાથે તમે જેટલો ઊંડો સંબંધ બાંધશો એ માણસ સિવાય બીજા કોઈ પાસે તમને દુઃખી કરવાની ક્ષમતા નથી હોતી..!!

©RK #RK
0f750c8318c7d9145177ab2e40af67ca

RK

ઉમર સરકતી જાય છે, ભળવાનું રાખ,
કાલે ઉડી જઈશ, હળવા મળવાનું રાખ.

સુખની શોધમાં બાહર ભટક્યા,બહુ!
હવે ભીતર તરફ થોડું વળવાનું રાખ.

અજાણી જગ્યાએ અથડાઈ ના જાય !
નજરો ને થોડી પાછી વાળવાનું રાખ.

અજ્ઞાનના અંધકાર વ્યાપી જાય તે પહેલાં,
જાત જલાવી ને પણ જળહળવાનું રાખ.

ઋણ, છોડતું નથી કોઈ ને, સાતભવ સુધી !
ચૂકવી દે હમણાજ, એમાંથી નીકળવાનું રાખ.

કોરો ધાકોર રહીશ તો કોઈ નહિ ઓળખે ?
ભાવનામાં ભીંજા, ને થોડું પલળવાનું રાખ.

આંસુ ઓ ફાડી નાખશે દીવાલો હૈયાની !
પોતાના મળે તો ખંભે ખળખળવાનું રાખ.

છોડી ને ગયા, ત્યાંજ સ્થિર ઊભા છે,પથ્થર !
લાગણીના પ્રવાહમાં હદય ને પીગળવાનું રાખ.

અંતિમ દર્શને પણ ભલે કોઈ આવે કે ના આવે?
'મિત્ર' આંખો ખોલી અંગત ને ઓળખવાનું રાખ.

©RK #RK
0f750c8318c7d9145177ab2e40af67ca

RK

કહેવાને તો ધણીએ વાત છે, 
પણ કહેવી કોને એ જ વાત છે..!!

©RK #RK
0f750c8318c7d9145177ab2e40af67ca

RK

પત્ની એટલે શું?
પત્ની એટલે કે એક એવી વ્યક્તિ જેની સવાર

મારા પહેલા અને રાત મારા પછી થાય,
પત્ની એટલે અમારા બાળકો ની સાચી મિત્ર, 
પત્ની એટલે ઘર ના વડીલો ની ડોક્ટર,
 પત્ની એટલે મારું સર્વસ્વ,
પત્ની એટલે એ જે મારા સુખ દુઃખ ની જીવન સંગીની,
પત્ની એટલે અમારા ઘર ની અન્નપૂર્ણા, દુર્ગા, અને, સરસ્વતી,
પત્ની એટલે મારી નાણાં મંત્રી,

પત્ની એટલે અમારા ઘર ની જીંદગી..🎯

©RK #RK
0f750c8318c7d9145177ab2e40af67ca

RK

કરવો છે હવે આરામ કોઈ મને રોકો નહીં,
પતી ગયા સઘળા કામ કોઈ મને ટોકો નહીં,

ભલે ને રહે કદાચ કોઈ અધુરા કામ તોય કોઈ મને કહેશો નહીં, જીદંગીનો આ પણ છે એક મુકામ કોઈ હવે અટકાવશો નહીં,

રોકાયા, ટોકાયા ઘણા મનગમતા ગુમાવ્યા બસ,
હવે મુકવું લાગણીઓ પર પૂર્ણવિરામ કોઈ હવે સમજાવશો નહી..🎯

©RK #RK
0f750c8318c7d9145177ab2e40af67ca

RK

સરળતાથી મળી જશો 
તો લોકો સસ્તાં જ સમજશે..🔥

©RK #RK
loader
Home
Explore
Events
Notification
Profile